નવી દિલ્લીઃ ભીંડો. એક એવું શાક જે લગભગ દરેક ઘરમાં મળે છે અને નાનાથી લઈને મોટા સુધી સૌને પસંદ આવે છે. તે સ્વાદમાં સારી છે અને સ્વાસ્થ્ય માટે પણ. ભીંડો એન્ટિ ઓક્સિડન્ટ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. સાથે તેમાં અનેક પોષક તત્વો હોય છે. તે ત્વચા અને વાળને પણ ફાયદો કરાવે છે. તો આજે અમે તેમન જણાવીશું ભીંડાના ફાયદા અને તેની સાથે કરવાનો ઉપયોગી ઉપાયો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચહેરો બનાવશે ચમકદાર-
ભીંડો ત્વચા માટે ખૂબ જ સારો છે. તે આપણી ત્વચાનું કોલેજન લેવલ વધારે છે, જે એન્ટી એજિંગનું કામ કરે છે. સાથે તે ચહેરાને ચમકદાર અને સોફ્ટ પણ બનાવે છે. આ માટે ચાર-પાંચ ભીંડા ધોઈને કાપી લો. તેને પાણીમાં ઉકાળી લો અને મિક્સરમાં પીસી લો. બાદમાં આ જેલને ચહેરા પર લગાવો અને હળવા હાથોથી મસાજ કરી 15-20 મિનિટ રહેવા દો. બાદમાં પાણીથી ધોઈ લો. આટલું કરવાથી તમારો ચહેરો ચમકવા લાગશે.


વાળને કરશે સ્ટ્રેટ-
ભીંડામાં એવા તત્વો મળે છે જે વાળને ખૂબ જ ફાયદો કરાવે છે. વાળને મજબૂતની સાથે સિલ્કી અને શાઈની પણ બનાવે છે. વાળ માટે ભીંડાનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા 8 થી 10 ભીંડા કાપી લો. તેને પાણીથી ધોઈલો અને મિક્સીમાં મુકીને પીસી લો. હવે તેને એક કપડામાં લઈ નીચોી લી. તેમાં કોર્ન ફ્લોર નાખી એક મિશ્રણ તૈયાર કરો. અને તેને ઘાટું થાય ત્યાં સુધી પકાવી લો. આ પેસ્ટને વાળમાં નાખો. 30 થી 50 મિનિટ સુધી તેને રાખો અને પછી વાળ ધોઈ લો. આવું નિયમતિ રીતે કરવાની વાળ સિલ્કી, શાઈની અને સ્ટ્રેઈટ થશે.